Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : કપડવંજ નિરમાલી વચ્ચે એસ.ટી બસ રોડ સાઈડમાં ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોટયા.

Share

કપડવંજ નિરમાલી વચ્ચે તાજેતરમાં બનેલ રોડ ખામીયુક્ત બનાવવામાં આવ્યો છે. જેના કારણે આ રોડ પર અકસ્મતાની ઘટન બની છે. માંડવાથી કપડવંજ આવતી એસ.ટી બસ રોડ સાઈડમાં ઉતરી જતા 20 મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. અગાઉ પણ એક ડમ્પર, ઇકો કાર, રોડની સાઈડમાં ઉતરી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડની સાઈડો બનાવવામાં ફક્ત માટી ઠાલવી દીધી છે. જ્યા નથી ક્વોરી વેસ્ટ નખાયો કે નથી રોલર ફેરવાયું, જેના કારણે હરરોજ અકસ્માતની ઘટનાઓ બને છે. રોડ બની રહ્યો હતો ત્યારે જ કામમાં ગેરરીતિની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિક આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ રોડની કામગીરી જે એજન્સીને સોંપવામાં આવી હતી તે એજન્સી અધૂરુ કામ મુકીને પલાયન થઈ ગઈ છે. જે બાબતે યોગ્ય તપાસ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગેરકાયદેસર નોટરી કરનાર ઇસમને ઝડપી પાડતી ભરુચ એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વનરાજીથી લીલાછમ એવાં નેત્રંગ તાલુકાની કરજણ નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશહાલ.

ProudOfGujarat

ભરૂચ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે મકતમપુર કૃષિ યુનિવર્સિટી રોડ ઉપરથી બિન અધિકૃત રૂ.ર૦,૧૦,૦૦૦ની રોકડ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!