Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ કબ્રસ્તાન ચોકડી પાસે શખ્સે ટાવર પર ચઢી મચાવી ધમાલ.

Share

નડિયાદમાં ગત મોડી રાત્રે અમદાવાદી દરવાજા બહાર એક શખ્સ એ સમગ્ર વિસ્તાર માથે લીધો હતો. એક શખ્સ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો અને આ બાદ મોટે મોટેથી વંદે માતરમ્ અને ભારત માતા કી જય નારા લગાવતો હતો. આથી આ વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લગભગ દસથી પંદર મિનિટ આ શખ્સએ આ રીતે નારા લગાવ્યા હતા આથી અહીંયા લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા. લોકોની સમજાવટ બાદ આ શખ્સ નીચે ઉતર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી. તો બીજી બાજુ સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને પણ કરવામાં આવતા ફાયર બ્રીગેડની ટીમ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી. નીચે ઉતરેલો આ શખ્સ સ્થાનિક રહીશ હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયું

ProudOfGujarat

નેત્રંગનાં કેલ્વીકુવા ગામે શોર્ટસર્કિટ થવાથી શેરડીનો પાક બળીને ખાખ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામા ગામડે ગામડે જઇ ઘેર-ઘેર સર્વે કરી સહાય અપાવા માટે જાતે ફોર્મ ભરી મદદરૂપ થતી નિર્ભયા સ્કવોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!