નડીઆદ રૂરલ પો.સ્ટેના પો.ઇન્સ વી.પી.ચૌહાણ તથા સ્ટાફના માણસો દ્વારા ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલીક બનાવવાળી જગ્યાએ પહોચી બનાવવાળી જગ્યા કોર્ડન કરી તુરંત જરૂરી પુરાવા એકત્રીત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ તથા ઘટના સ્થળની આસપાસ સધન પુછપરછ કરવામા આવેલ અને ફરીયાદી એ પોતાની ફરીયાદમા શકમંદ ઇસમ તરીકે ગુણવંતભાઇ ઉર્ફે ભુરીયો કાન્તિભાઇ પરમાર નાનુ નામ જણાવેલ હોય તે બાબતે પણ તપાસ ચાલુ કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન ગુનાવાળી જગ્યાએથી બનાવમાં વપરાયેલ લાકડાનો ડંડો મળતા તેમજ સ્થાનીક પુછપરછ તથા મરણજનારના ઘરના સભ્યોની પુછપરછમા તેમજ ફરીયાદી તથા શકમંદોની કોલ ડીટેઇલનો જીણવટ ભર્યો અભ્યાસ કરી અને બનાવવાળી જગ્યાએથી મળેલ ડંડાને ડોગ સ્કોડ દ્વારા સ્મેલ અપાવતા ડોગ બીના દ્વારા પણ શકમંદ ઇસમ ગુણવંતભાઇ ઉર્ફે ભુરીયો કાન્તિભાઇ પરમાર રહે. સલુણ સીમ નડીયાદ જી.ખેડાના આ ગુનામા સંડોવાયેલ હોવાના સમર્થનરૂપ સંકેતો આપતા સમગ્ર તપાસની હકીકતો મુજબ શકમંદ ગુણવંત ઉર્ફે ભુરીયાની ઝીણવટ ભરી પુછપરછ કરતા અંતે પુછપરછ દરમ્યાન ભાગી પડી ગુનાની કબુલાત કરતો હોય અને આરોપી ગુણવંત ઉર્ફે ભુરીયો કાન્તિભાઇ પરમાર નાએ તા.૧૮/૦૬/૨૦૨૨ ના આશરે પોણા દશ વાગ્યા બાદ સલુણ ગામ તાબાના હઠીપુરા પરામા આવેલ પોતાના ઘરની પાસેની નાની કેનાલના ગરનાળા પાસે મરણજનાર રાજુભાઇ રઇજીભાઇ ગોહેલ નાઓ સાથે રોજીદી બેઠકવાળી જગ્યાએ બેઠેલ હતા અને અગાઉ આરોપી ગુણવંતે આપેલ ૫૦ રૂપીયા પરત માંગતા મરણજનાર રાજુભાઇએ આપવાની ના પાડી અને આરોપીની બેન વિશે ગમે તેમ બિભત્સ ગાળો બોલતા આરોપી ગુણવંતને આ બાબતે લાગી આવતા ગુસ્સામાં લાકડાના ડંડા તેમજ મુઢમાર ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી મરણજનાર રાજુભાઇની લાશને ગરનાળાની આવેલ મફતભાઇ છોટાભાઇના ખેતરમા મુકી દીધેલ.
નરેશ ગનવાણી : નડિયાદ