ડાકોર ખાતે આગામી ફાગણી પુનમે ભરાનાર મેળો તથા દર્શનાર્થે આવનારા યાત્રાળુઓ માટેની સુવ્યવસ્થા જળવાય તે માટે આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ અધિકારીઓને સાચારૂ અને સુવ્યવસ્થિત માઇક્રો પ્લાનીંગ કરવા તથા આગોતરૂં આયોજન કરવા સુચના આપી હતી. દર્શનાર્થે આવનારા યાત્રાળુઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે કાયદો – વાહન વ્યવસ્થા – પાર્કિંગ – પીવાના પાણીની વ્યવસ્થા તથા તમામ પોઇન્ટના સંબંધિત અધિકારીઓ દ્વારા રૂબરૂ વ્યવસ્થા ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી. મેળા દરમ્યાન રસ્તા, વાહનો ટ્રાફિક, પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય વિષયક પ્રાથમિક સુવિધાઓ તથા યાત્રાળુઓનાં ધસારાને વ્યવસ્થિત દર્શન કરાવવા સુચારૂં વ્યવસ્થા ગોઠવવા માઇક્રો આયોજન ગોઠવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી નાયબ કલેકટર આર.એલ.પટેલ, પ્રાંત અધિકારી સહિત જિલ્લાના તથા તાલુકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ