Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : હથીપુરા ગામનાં ખેતરમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

નડિયાદ તાલુકાના સલુણવાટા તાબેના હથીપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોને વહેલી સવારે જાણ થતાં અહીંયા ટોળેટોળા વળી ગયા હતા. જોકે, મરણજનાર યુવાન ગામનો જ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મરનારની ઓળખ છતી કરી હતી. જેમાં આ મરણ જનાર યુવાન રાજુભાઈ રઇજીભાઈ ગોહિલ રહે. હથીપુરા, નડિયાદ હોવાનું જાણવા મળ્યું છે

મરણ જનાર યુવાનને શરીરે મુઢ મારમારી હત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે પંચકેસ કરી મૃતદેહને કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે જેમાં પોલીસે કેટલાક શકમંદોને રાઉન્ડઅપ કરી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ મરણ જનાર યુવાન પોતે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. આ બનાવમાં પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ડોગ સ્કોડ અને એફ એસ એલની મદદ લીધી છે. આ મરણજનાર યુવાન રાત્રે કઈ રીતે અહીયા આવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 28 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી, મુસ્લિમ ઉમેદવારોનાં સહારે ભાજપની કેટલીય બેઠકો…

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાનું લાખો રૂપિયા લાઈટ બિલ બાકી હોવાથી જીઇબી એ કનેકશન કાપી નાંખવાથી અંધારપટ.

ProudOfGujarat

જંબુસર : ગણેશ ચોકના મકાનમાંથી શ્રાવણિયો જુગાર રમતા છ જુગારિયા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!