પોલીસ મહુધા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડકો.અમરાભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મહુધા ગામનો મહમંદસહેજાદ ઉર્ફે બોટની મહમંદરફી મલેકનાઓ પોતાના મળતીયા મારફતે બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ મોજે ભુમસ રોડ ઉપર શકિતનગર પીરરફય દરગાહથી આગળ બે ત્રણ ખેતર છોડીને આવેલ તલાવડી પાસે ઝાડની નીચે રેઇડ કરતા કુલ પાંચ ઇસમો (૧) સાદીકભાઇ ઉર્ફે સાદલો મુસ્તુફામીયાં ચૈાહાણ રહે,કઠલાલ ચૈાહાણવાડો તા:કઠલાલ જી. ખેડા (૨) વિક્રમભાઇ નાનાભાઇ પટેલ રહે,બાયડ, પાણીની ટાંકી પાસે, રાવળ વાસ, ડખણેશ્વર રોડ, તા.બાયડ જી.અરવલ્લી તથા (૩) અલ્તાફુદીન સીરાજુદીન કાજી રહે.સુરત,૧૦૨, સાહિલનગર, તીરૂપતીનગર, ઉન, તા:ચોરાસી, જી.સુરત (૪) મહમંદહેદર ઉર્ફે લાદેન યુસુફભાઇ કસાઇ રહે,નડીયાદ,અબદાલવાડો, કેટલીગ બિલ્ડીંગ પાછળ, તા.નડીયાદ (૫) આસીફહુશેન મહમંદહુશેન શેખ રહે, નડીયાદ, પરીવાર સોસા, પાસે, નગીના પાર્ક મકાન નંબર-૨૨, ભોજા તલાવડી રોડ, તા.નડીયાદ જી.ખેડા નાઓને પત્તા-પાના પૈસાથી હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડી પકડાયેલ તમામ આરોપીઓની અંગ જડતીમાંથી મળી આવેલ રોકડા રૂ.૬૩,૮૦૦/- તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂ.૧૧,૩૫૦/- મળી કુલ રોકડા રૂ.૭૫,૧૫૦/- તથા પત્તા-પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ તથા પ્લા.મીણીયું કિં.રૂ.૦૦/૦૦- તથા મોબાઇલ ફોન-૪ કિં.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૫,૧૫૦/-ના જુગારના સાધનો સાથે મળી આવી તેમજ આ જુગાર રમાડનાર મહમંદસહેજાદ ઉર્ફે બોટની મહમંદરફી મલેક રહે,મુહધા નાઓ તેના માણસો અલ્તાફ ઉર્ફે અલતુ બદરૂદીન કાજી રહે,મહુધા જલાલ ઉર્ફે જલીયો કાજી રહે,મહુધા અહેઝાદ ઉર્ફે અજીયો કાજી રહે,મુહધા નાઓ નહી મળી આવી પકડાયેલ તથા નહિ પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ મહુધા પો.સ્ટે. જુગારા ધારા કલમ ૧૨ મુજબ હેઙકો. અમરાભાઇ નાઓએ ફરીયાદ આપેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ