Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : મહેમદાવાદ પાસે કાર આઇસર સાથે ભટકાઇ, ત્રણના ઘટના સ્થળે જ મોત.

Share

નડિયાદ મહેમદાવાદ પાસેના અમદાવાદ વડોદરા હાઇવે પર અકસ્માત થતા ત્રણને કાળ ભરખી ગયો છે. જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. કારમાં છ વ્યક્તિઓ સવાર થઈ સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા. ત્યારે રોડની સાઇડમાં પાર્ક કરેલા આઇસર સાથે કાર ભટકાઇ હતી. ત્રણના ઘટના સ્થળે જ મોત મહેમદાવાદના સૂંઢા વણસોલ પાસેથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સુરતી પરિવારને અકસ્માત નડયો છે. એક જ પરિવારના તમામ લોકો કારમાં સવાર હતા. ત્યારે એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ નડિયાદથી 12 કિલોમીટર દૂર અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. મૃતકોમાં એક બાળક અને બે પુરુષોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા આ ઘટનામાં રોડની સાઇડમાં પાર્ક કરેલા ઉભેલા આઇસર સાથે પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. એક બાળક અને બે પુરુષોના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં એક્સપ્રેસ હાઈવે પેટ્રોલીંગની ટીમ અને હાઇવે એમ્બ્યુલન્સ અને મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચની મહિલા એડવોકેટની અનોખી સેવા,લોક ડાઉનમાં ઘરમાં માસ્ક બનાવી વિતરણ કર્યું જાણો વધુ.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ.

ProudOfGujarat

કળયુગમાં સાવકી માતા આવું અકૃત્ય પણ કરી શકે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!