Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ‘સાંસદ ખેલ સ્પર્ધા’ નો સમાપન સમારંભ યોજાયો.

Share

જિલ્લાના ૪૮૦૦ યુવાનોએ ‘સાંસદ ખેલ સ્પર્ધા’માં ભાગ લઈ પોતાની ટેલેન્ટ પ્રદર્શિત કરી કબડ્ડી, વોલીબોલ સ્મેશિંગ, વોલીબોલ, રસ્સાખેચ, કેરમ, સૂર્યનમસ્કાર, ચેસ અને સ્કેટિંગ જેવી 8 રમતોની સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા. તા. ૧૭ જૂન ૨૦૨૨ના રોજ આ સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સાંસદ ખેલ સ્પર્ધાના આ આહવાન અંતર્ગત ગુજરાત સરકારના સુશાસનના આઠ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા ગત ૫ મી જૂનથી સાંસદ ખેલ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં જિલ્લાના ૪૮૦૦ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેર-તાલુકા મંડળની ટીમો બાદ જિલ્લાકક્ષાની ટીમો વચ્ચે કબડ્ડી, વોલીબોલ સ્મેશિંગ, રસ્સાખેચ, વોલીબોલ, કેરમ, સૂર્યનમસ્કાર, ચેસ, અને સ્કેટિંગ એમ ૮ રમતોની સ્પર્ધા યોજાઇ હતી. ખેલ સ્પર્ધાના સમાપન પ્રસંગે આઠેય સ્પર્ધાની વિજેતા ટીમોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ સાંસદ સ્પર્ધાના આયોજનને બિરદાવતા કહ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનું ભવિષ્ય એવી યુવા પેઢીની શારીરિક અને માનસિક પ્રતિભાને વિકસાવવા અને તેઓમાં રહેલી શક્તિ અને ટેલેન્ટને પ્રદર્શિત કરવા માટે અનેક તકો પૂરી પાડી છે. સ્ટાર્ટ અપ, ડિજિટલ ઇન્ડિયા, મેક ઈન ઇન્ડિયા, વગેરે જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા કેન્દ્ર સરકારે દેશનો યુવાન દુનિયાના યુવાન સાથે આંખથી આંખ મિલાવીને જોઇ શકે તેઓ સક્ષમ બનવાની તક પૂરી પાડી છે.

આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ રાજ્યના અતિઆધુનિક સ્પોર્ટ્સ સંકુલમાંથી એક એવા નડિયાદ સ્પોર્ટ્સ સંકુલમાં ૩૦૦ બોયઝ અને ૩૦૦ ગર્લ્સની હોસ્ટેલ સહિત વિવિધ આધુનિક ખેલ ઈક્વિપમેન્ટ સાથેની સુવિધાઓને બિરદાવતા જિલ્લા સ્તરે આવી સ્પર્ધાનું આયોજન કરી જિલ્લાના યુવાનોની આવડતને નિખારવાની એક તક પૂરી પાડવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ સ્પર્ધાના આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાંસદ ખેલ સ્પર્ધા પ્રસંગે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી કાળના સમયને યાદ કરતાં ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ થી લઈ ને ‘ખેલો ઇન્ડિયા’ સુધીના રમત-ગમતના આયોજનોની ઝાંખી આપી હતી. ગુજરાતના ગૌરવ અને ડાંગ એકસપ્રેસ તરીકે ઓળખાતા સરિતા ગાયકવાડને યાદ કરી અર્જુનસિંહ દ્વારા ગરમીમાં પણ ઉત્કૃષ્ટ પ્રદશન કરવા બદલ તમામ રમતવીરોનો આભાર માનવામાં આવ્યો હતો અને તમામ ખેલાડીઓ રમતના તમામ સ્તરે ગુજરાત અને ભારતનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે જે પ્રમાણે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો તે જ વિચારને મોટું સ્વરૂપ આપી ભારતમાં ખેલો ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરી હતી. ખેલો ઇન્ડિયાના આહ્વાનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય તથા તેમના માતા-પિતા પણ તેમને સહકાર આપે અને આ યુવાનોની ટેલેન્ટ યોગ્ય રીતે બહાર નીકળે તે માટે તેમને પુરતું માર્ગદર્શન મળી રહે તેના માટે કોચની સુવિધા પૂરી પાડવા તથા યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડવા માટે તેઓએ સાંસદોને પોતાના જિલ્લાના મતવિસ્તારોમાં સાસંદ સ્પર્ધાનું આયોજન કરવા આહ્વાન કર્યું હતું. ખેડા જિલ્લાના ૪૮૦૦ યુવાનોએ અતિ ઉત્સાહભેર આ ખેલ સ્પર્ધામાં જોડાઈ પોતાની ટેલેન્ટને એક આગવા સ્તરે લઈ જવાનો પ્રથમ પગથિયું ભર્યું છે. આ યુવાનો રાજ્ય તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા વિકસાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સાંસદ ખેલ સ્પર્ધાનું સુપેરે આયોજન કરનાર સંયોજક મનોજ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચોહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ, માતરના ઘારાસભ્ય કેસરીસિંહ સોલંકી, નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબા વાઘેલા, નડિયાદ તાલુકા પંચાયત પ્રમખ સંજયસિંહ મહિડા ગુજરાત પ્રદેશ ભાજપના જાહ્નવીબેન વ્યાસ, જિલ્લા સ્પોર્ટ્સ અધિકારી મનસુખભાઈ તવેથિયા, ડૉ. પ્રિતેશભાઈ પટેલ, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરામાં કોવિડ-19 વેક્સિનેશનનો ત્રીજો પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી શરૂ કરાઈ.

ProudOfGujarat

લીંબડીમાં નવી મોરવાડ વિસ્તારમાં જુની અદાવતને લઈને મારામારી થઈ.

ProudOfGujarat

ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ વધે તે હેતુથી રાજ મોદી ૨૧ દિવસથી ભારતની મુલાકાતે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!