નડિયાદ તાલુકાના કણજરી નગરપાલિકા વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને પાણીનો બગાડ પણ ના થાય તે માટે પાલિકા દ્વારા અનોખો ઉપાય કરાયો છે.
પાલિકા દ્વારા મહાત્મા ગાંધી સ્કૂલ પાસે આરોનું એ.ટી.એમ મશીન મૂકવામાં આવ્યું છે. જેમાં ફક્ત 5 રૂ. નાખવાથી 15 લીટર શુદ્ધ પાણી મળશે. આમ તો પાલિકા લોકોને મફતમાં પણ પાણી આપી શકતી હતી, પરંતુ સામાન્ય ચાર્જ વસુલવાથી લોકો પાણીનો બગાડ નહીં કરે અને પાણીની કિંમત સમજાશે. ઉપરાંત એ.ટી.એમનો જાળવણી ખર્ચ પણ નીકળી રહે તે માટે આ પ્રકારની ગોઠવણ કરવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પ્લાન્ટના શુભારંભ પ્રસંગે પાલિકા પ્રમુખ રીન્કુ બેન પરમાર, ઉપપ્રમુખ ક્રિષ્નાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાણા, ચીફ ઓફિસર રાજુભાઇ શેખ, સહિત સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ