ગુજરાત રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગમાં અમે છેલ્લા કેટલાય વર્ષોથી આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો તનતોડ મહેનત કરી પાયાની કામગીરી કરી રહી છે. આ તમામ બહેનો નડિયાદ અર્બનનાં લાખો લાભાર્થીઓ ને સરકારી યોજનાઓથી લાભાન્વિત કરવાનું પાયાનું કામ કરી રહ્યા છીએ. તેમ છત્તાં પણ ગુજરાત સરકાર દ્વારા નજીવું મહેનતાણું આપીને વર્ષોથી શોષણ કરવામાં આવી રહ્યું છે. આ શોષણ જાણે ઓછું હોય તેમ કરેલી કામગીરીનું મહેનતાણું પણ ચૂકવવામાં જિલ્લા પંચાયત લાલિયાવાડી કરી રહ્યું છે જે કેટલા હદે યોગ્ય કહેવાય.
નડિયાદ અર્બન વિસ્તારમાં આરોગ્ય વિભાગમાં પાયાની કામગીરી કરનાર આ બહેનો આમેય આર્થિક રીતે નબળી છે. એક તરફ મોંઘવારી એ માઝા મૂકી છે. અને એમાંય વળી ત્રણ ત્રણ મહિના સુધી ઈન્સેન્ટિવ ચૂકવવામાં નાં આવતા આ તમામ બહેનોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. કોરોના મહામારીમાં પણ આ ફર્નેટ લાઇન કોરોના વોરિયર્સ આશા વર્કર બહેનો એ પોતાના જીવ જોખમમાં મૂકીને રાત દિવસ જનતાની સેવા કરી હતી પરંતુ આ જીવલેણ કામગીરી મામૂલી એક હજાર જેટલું મામૂલી મહેનતાણું પણ દોઢ વર્ષથી ચુકવવામાં આવ્યુ નથી એ ખરેખર જિલ્લા પંચાયત અને ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહેવાય. અધિકારીઓ પદાધિકારીઓએ મસમોટા તોતિંગ પગાર સમયસર થઈ જતાં હોય છે જ્યારે આ આશા વર્કર બહેનોને એમની કામગીરીનું નજીવું ઈન્સેન્ટિવ પણ આપી નાં શકાય? ત્યારે લાગી રહ્યું છે કે સરકાર તો શોષણ કરવામાં કોઈ કસર બાકી રાખતી નથી અને જિલ્લા પંચાયતનું આરોગ્ય વિભાગ પણ ગરીબ બહેનોને પગાર મોકલવામાં ઠાગાઠયા કરવામાં આવી રહ્યા છે, જે તદ્દન અમાનવીય છે જે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. જેથી સત્વરે તમામ બાકી પડતું તમામ ઈન્સેન્ટિવ ચૂકવવામાં આવે તેવી અપીલ કરું છું. અર્બનનાં તમામ આશા વર્કર બહેનોને ત્રણ માસનું ઈન્સેન્ટિવ તાત્કાલિક ચુકવવામાં આવે. નડિયાદ અર્બનનાં તમામ આશા વર્કર બહેનોને 4 માસનો 50% નો વધારો ચુકવવામાં આવે, દોઢ વર્ષથી કોરોના કામગીરીનું 1 હજાર રૂપિયા લેખે બાકી ભથ્થું તાત્કાલિક ચુકવવામાં આવે. મિશન ઈંદ્ર ધનુષ, ટ્રેનિંગ તેમજ મમતા દિવસનું મહેનતાણું તાત્કાલિક ચૂકવવામાં આવે N.C.D ડેટા એન્ટ્રીની કરેલ કામગીરીનું મહેનતાણું ચુકવવામાં આવે. છેલ્લા 1 વર્ષથી ટી. બી ની કામગીરીનું મહેનતાણું પણ ચૂકવેલ નથી જે તાત્કાલિક ચુકવવામાં આવે.
નરેશ ગનવાણી : નડિયાદ