બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખેડા જિલ્લો, નડિયાદ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ (૧) (ગ) થી તેઓને મળેલ સત્તાની રૂઈએ નડીયાદ બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં જયા પાર્કિગ કરવા પર પ્રતિબંધ હોય તે વિસ્તારમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર (કાર,જીપ અને ટેમ્પો) ને જાહેર સ્થળે પાર્કિગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. નડીયાદ બસ સ્ટેન્ડથી પાંચ કિલોમીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.૧૫-૦૬-૨૦૨૨ થી ૩૧-૧૨-૨૦૨૨ સુધી આ કાર્યવાહી કરવામાં આવશે.
આ જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ધી મોટર વ્હીકલ એક્ટની કલમ-૧૨૭ હેઠળ શિક્ષાને પાત્ર થશે. મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ કલમ-૧૨૭ હેઠળ ટ્રાફીકને અડચણ થતા વાહનો માલીકો વિરુધ્ધ પગલા ભરવા અંગેની પોલીસને મળેલ સત્તા અન્વયે ચેઈન કપ્પા સાથેની ક્રેઈનો (ટોઈગ વાન) ની સુવિધા મેળવી તદ અન્વયે વાહનો ટોઈગ કરી જરૂરી દંડ વસુલાત કરવામાં આવેલ છે. જેનો અમલ તા.૧૫-૦૬-૨૦૨૨ થી ૩૧-૧૨-૨૦૨૨ સુધી ખેડા જિલ્લાની હુકમતવાળા નડીયાદ વિસ્તારમાં જુદી-જુદી જગ્યાએથી ટ્રાફીકને અડચણરૂપ વાહનો ટોઈગ વાહનમાં ચડાવી ટોઈગ સ્ટેશન સુધી લઈ આવવાની કામગીરી કરવામાં આવશે.
નરેશ ગનવાણી : નડિયાદ