નડિયાદ શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં અને સંચાલક રાહુલભાઈ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કારમાં પૌષ્ટિક શાકાહારી રસોઈ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૩ ગર્ભસ્થ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ અવનવી પૌષ્ટિક વાનગીઓ બનાવી પ્રસ્તુત કરી હતી. નિર્ણાયક ડૉ મીનલબેન ચૌહાણ, ડૉ.હેતલ પટેલ, રાહુલભાઇ દવે દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.
જેમાં અનુક્રમે 1. અર્પિતા બેન શાહ. 2.કૃતિબેન સોની 3.જીનલબેન દલવાડી વિજેતા બન્યા હતા. અને વિજેતાઓ અને સેમી ફાઈનાલિસ્ટને તપોવનના પ્રમુખ શ્રી નિર્ગુણદાસજી મહારાજ અને નિર્ણાયકો, તપોવન ટીમ દ્વારા પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. સંતરામ મંદિર પ.પુ મહંત શ્રી રામદાસજી મહારાજ ગર્ભસ્થ મહિલાને આહાર વિશે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું, જેમાં ગર્ભસ્થ મહિલા જો આહાર શુધ્ધિ રાખે તો મન શુધ્ધિ થાય અને વ્યવહાર શુધ્ધિ થાય અને તેના દ્વારા ગર્ભસ્થ શિશુ પર થતી હકારાત્મક અસરો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડૉ મીનલબેન ચૌહાણ દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થ મહિલાઓએ કેવું આહાર લેવો જોઈએ, એની અંદર ફોલિક એસિડની માત્રા, વિટામિન સી, પ્રોટીન, કૅલ્શિયમ, વિટામિન ડી, પોષણવાળો આહાર કેવો લેવો જોઈએ જેથી બાળકનો વિકાસ સારો થાય વિશે સચોટ અને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
નરેશ ગનવાણી :નડિયાદ