Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નડિયાદ શહેર દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ.

Share

લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકારના ૮ વર્ષ પૂર્ણ થયા પ્રસંગે સુશાસન સપ્તાહની ઉજવણીના સમાપન દિવસ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નડિયાદ શહેર દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યાત્રા મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી સરદાર સાહેબના સ્ટેચ્યુ ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી જહાનવીબેન વ્યાસ, જિલ્લા મહામંત્રી વિકાસભાઈ અને નટુભાઈ, પ્રદેશ આઇટી મધ્ય ઝોન ઇન્ચાર્જ હર્ષિલભાઈ, ખેડા જિલ્લા યુવા મોરચા પ્રભારી ધવલભાઈ અને અપૂર્વભાઇ, યુવા મોરચા જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ, શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ, મહામંત્રી હિતેશભાઈ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી મિકૂલભાઈ અને પ્રતિકભાઈ, નગરપાલિકા પ્રમુખ મતી રંજનબેન વાઘેલા, શહેર યુવા મોરચા મહામંત્રી આકાશભાઇ, નગરપાલિકાના કાઉન્સિલરો, ગામના સરપંચો, યુવામિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં કમોસમી વરસાદને લઇને ખેતીને નુકસાનની ભીતિ…

ProudOfGujarat

નેત્રંગ તાલુકા પંચાયત કચેરીમાં CCTV કેમેરા નથી સરકાર ખાનગી તેમજ સરકારી કચેરીઓમાં CCTV નો આગ્રહ રાખે છે તો આ કચેરીમાં કેમ નહિ ?

ProudOfGujarat

રાજ્યના તલાટીઓએ પડતર માંગણીઓનો નિકાલ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!