ખેડા જિલ્લાની ધો. ૧ થી ૧ર ની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી ૧૯૦૦ ઉપરાંત શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર છે. નડિયાદ શહેરના બજારમાં પાઠય પુસ્તક, નોટબુક, યુનિફોર્મ સહિત અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે વાલીઓ ઉમટી પડયા હતા. આ વર્ષે નોટબુક અને પાઠયપુસ્તક સહિત સ્ટેશનરી ચીજવસ્તુઓમાં ૨૦ થી ૨૫ ટકા વધારો થયો છે. દુકાનદારો એ જણાવ્યું હતું કે સરકારમાંથી દરેક ધોરણના પુરેપુરા પાઠક પુસ્તકોના સેટ આવ્યા નથી. દુકાનોમાં પાઠ્યપુસ્તકોના સેટમાં એક બે વિષયના પુસ્તકો ખૂટતા હોવાથી ગ્રાહકોને ધક્કા ખાવા પડે છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement