Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના પીપલગ ખાતે દિવ્યાંગોને વિના મુલ્યે સહાયક સાધનોનું વિતરણ કરાયું.

Share

ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની એડીપ યોજના અંતર્ગત અંધજન મંડળ નડીઆદ અને સી.આર.સી. અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સાધનો-વિતરણનો કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને ૨૫ ટ્રાઈ-સાઇકલ, ૯ વ્હીલચેર, એમઆર કીટ તથા અન્ય ટોકન સાધનો માનનીય મંત્રી અર્જુનસિંહના વરદ હસ્તે આપવામાં આવ્યા હતા.

પ્રસંગ અનરૂપ વક્તવ્ય આપતા અર્જુનસિંહે દિવ્યાંગોના ઉત્કર્ષ માટે સતત દિશાસૂચન કરીને વિકાસના કામોમાં કડીરૂપ બનવા બદલ અંધજન મંડળ નડીઆદ સંસ્થાને બિરદાવી હતી. આ સાધનનોથી દિવ્યાંગ બંધુઓના જીવનમાં સકારાત્મક પરિણામ આવે એવી આશા રાખતાં મંત્રી એ વધુમાં સંસ્થા અને તમામ લાભાર્થીઓને ભવિષ્યમાં પણ તમામ રીતે મદદરૂપ થવાની ખાતરી આપી હતી. ભારત સરકાર, સમાજ કલ્યાણ મંત્રાલય તરફથી કાર્યક્રમના અન્ય મુખ્ય અતીથી રાજેન્દ્રભાઈ ચંચાણીએ જણાવ્યું કે સાધન સહાય યોજના દ્વારા સરકાર દ્વારા સતત જરૂરિયાતમંદોને શ્રવણ-યંત્ર, એજુકેશનલ કીટ વગેર આપવામાં આવતા હોય છે.

આ કાર્યક્રમમાં ગ્રામ અને ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજન દેસાઈ, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી નડીઆદ એલ.જે. ભરવાડ, સામાજિક કાર્યકર ભુપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, અંધજન મંડળના કાર્યકરો, સાધન સહાયના લાભાર્થીઓ તથા ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરત જિલ્લાના નવ તાલુકાના નવ ગામો તથા ત્રણ નગરપાલિકાઓ ખાતે સેવાસેતુના કાર્યક્રમો યોજાશે.

ProudOfGujarat

વડોદરા પાલિકા દ્વારા કોર્પોરેશના ગ્રીનબેલ્ટની જગ્યા પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

ભરૂચના દિલ્હી એક્સપ્રેસ વે પરથી રૂપિયા 20 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સને ઝડપી પાડતી તાલુકા પોલીસ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!