Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં ઇસમને ઝડપી પાડતી નડિયાદ ટાઉન સર્વેલન્સ સ્કોડ.

Share

નડિયાદની ટાઉન સર્વેલન્સ પોલીસે બોલેરો પિકઅપ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતાં એક ઇસમને ઝડપી પાડયો છે.

નડિયાદમાં બુટલેગરો બેફામ બન્યા હોય તાજેતરમાં પોલીસ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે બોરકોસિયા રોડ પર બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવતી હોય, જે ચોકકસ બાતમીના આધારે નડિયાદ પોલીસે તપાસ કરતાં સંજય નટુ તળપદા રહે. કંજોડા વિષ્ણુપુરા તા. નડિયાદને પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ-192 કિં.રૂ. 1,09,200 તથા બોલેરો પિકઅપ કિં.રૂ. 3,00,000 મળી કુલ રૂ.4,09,200 ના પ્રોહિબિટેડ મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરાના બાપોદ વિસ્તારમાં પંચરની દુકાનની આડમાં ગાંજો વેચતો ઈસમ પકડાયો

ProudOfGujarat

ભરૂચ : મીની લોકડાઉન બાદ આજે વેપારીઓએ પુન: ધંધા વ્યવસાય શરૂ કર્યા.

ProudOfGujarat

ગોધરા એલ.સી.બી પોલીસે મારામારીના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!