Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોર રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી હાથફેરો કરી ફરાર.

Share

કપડવંજ શહેરના ડાકોર રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીમાં દિનેશભાઇ કેશવભાઇ રોહીત રહે છે. તેઓ લાડવેલ ગામે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. દિનેશભાઈ અને તેમનો પરિવાર રાત્રીના સમયે અગાસી પર સૂઈ ગયા હતા. દરમિયાન તસ્કરો મકાનના મુખ્ય દરવાજાને તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને રૂમમાં સામાન વેરવિખેર કરી તિજોરીમાં મુકેલા સોના ચાંદીના ઘરેણાં તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1 લાખ ઉપરાંત મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બીજા દિવસે વહેલી સવારના દિનેશભાઈના પત્ની અને પુત્ર અગાસી પરથી નીચે આવ્યા હતા. ત્યારે બંને મકાનના દરવાજાએ મારેલા તાળા તૂટેલી હાલતમાં જોતાં તેમને ચોરી થઇ હોવાની ઘટનાની જાણ થઈ હતી. જેથી તેમણે કપડવંજ શહેર પોલીસને જાણ કરી ફરિયાદ આપી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નડિયાદમાં નવિન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષ્યમાં નગરયાત્રા નીકળી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ગ્રામપંચાયત દ્વારા બાકી પડતા વિજ બિલનાં નાણાં ભરતાં સ્ટ્રીટ લાઇટો પુન: શરૂ થતાં ગ્રામજનોએ રાહત અનુભવી.

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત ગેસના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેરાનગતિ : કર્મચારી પ્લાન્ટની બહાર પરિવાર સાથે ધરણા પર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!