Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કાજીપુર નજીક આવેલી કંપનીમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 3 વર્કરો બેભાન થયા.

Share

નડિયાદ ખેડા પાસેના કાજીપુર નજીક આવેલી એક કંપનીમાં ટેન્કમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 6 વર્કરો અંદર ફસાઇ ગયા હતા. જેમાંથી 3 વર્કરો બેભાન થઇ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ 6 મજૂરોને ફાયરબ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 3 મજૂરોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંના એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બેભાન વર્કરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ જીપીસીબીને થતા ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે સ્થાનિકોની ફરિયાદ છે કે ઘટના પહેલા યોગ્ય કાર્યવાહી કરી હોત તો આવી ઘટના ના બનત.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ દાંડિયા બજાર શાંતિવન સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર માટે મૃતદેહો વેટીંગમાં મુકાયા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મોટાસાંજા ગામે ઘરની દિવાલ પડતા વૃદ્ધાનું મોત.

ProudOfGujarat

છોટા ઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા મહિલા સશક્તિકરણની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!