નડિયાદ નગરપાલિકા દ્વારા વોર્ડ વન વિક મિશનની શરૂઆત કરી છે. જેની શરૂઆત મુખ્ય દંડક પંકજ દેસાઈ દ્વારા કરાવવામાં આવી છે. મુખ્ય દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતુ કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકામાં વન વોર્ડ વન વિક કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી શહેરના તમામ વોર્ડમાંથી સફાઈ, પાણી ભરાવાની સમસ્યા, ગટર ઉભરાવાની સમસ્યા ઉપરાંત અન્ય નાની મોટી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે. પાલિકાના સત્તાધિસો તેમજ અધિકારી, કર્મચારીઓ શહેરમાં ગલીએ ગલીએ ફરી નાની મોટી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરશે તેમ ચીફ ઓફિસર રૂદ્રેશ હુદળે જણાવ્યું હતું. કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ રંજનબેન ચંદ્રકાંતભાઇ વાઘેલા, ઉપપ્રમુખ કિન્તુભાઇ દેશાઇ, કાઉન્સિલર પરિન બ્રહ્મભટ્ટ, એન્જીનીયર ચંદ્રેશ ગાંધી, સહિત સ્થાનિક આગેવાનો જોડાયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement