યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિર બહાર નવો રસ્તો બનાવવા માટે જુનો રસ્તો એક સપ્તાહથી ખોદી નંખાયો છે. પરંતુ નવો રસ્તો બનાવવાની કામગીરી શરૂ નહીં થતાં દર્શને આવતા હજારો ભક્તો મુશ્કેલી વેઠી રહ્યા છે.
દૂર દૂરથી આવેલા ભક્તોને કાદવ કીચડમાં થઇ પસાર થવું પડ્યું હતું. કેટલાક વૃદ્ધ શ્રદ્ધાળુઓ તો કાદવમાં થઇ મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા, તો કેટલાક દર્શનાર્થીઓ નાના બાળકોને ગોદમાં ઉઠાવી મહામુસીબતે કાદવ પસાર કરી રહ્યા હતા. બહારગામથી દર્શને આવેલા અનેક ભક્તો કાદવ-કીચડમાંથી પસાર થતા કપડા બગડવાના કારણે પાલિકા અને સ્થાનિક તંત્રને ભાંડતા જોવા મળ્યા હતા. રણછોડજી મંદિર રાજ્યના ગણનાપાત્ર યાત્રાધામમાં આવતું હોવા છતાં આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ