Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા.

Share

નડિયાદમા ડાકોર રોડ પર અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા ચાલક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા છે. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારની સમી સાંજે નડિયાદમા ડાકોર રોડ પર આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ નજીક પસાર થઇ રહેલ મોટર સાયકલને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર થયો છે. મોટરસાયકલ ચાલક સહિત પાછળ બેઠેલ અન્ય બે યુવકો મળી કુલ ત્રણ યુવકો મોટરસાયકલ સાથે રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે આ ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ત્રણે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા વળ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં એક યુવક સાથે લૂંટની ઘટના બની…

ProudOfGujarat

અંકલેશ્વરનાં ભાટવાડમાંથી બકરા ચોરી કરનાર ત્રણ આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

વિધાનસભાની ચુંટણી પુર્વે રોજ નવા સમીકરણોના મંડાણથી ઝઘડિયા વિસ્તારમાં ચકચાર !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!