Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહુધા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડયો.

Share

મહુધા પંથકના છલ્લા અમરસિહની મુવાડીમાં દારૂના વેપલા પર પોલીસે દરોડો પાડ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બુટલેગરના ઘરે દરોડો પાડી રૂપિયા 1.34 લાખનો વિદેશી દારૂ કબજે લીધો છે સાથે એક બુટલેગરની અટકાયત કરવામાં આવી છે.

નડિયાદ એલ.સી.બી. સ્ટાફના પો.ઇન્સ નાઓ સાથે હેકો. મહેશભાઇ, હેઙકો.ઋતુરાજસિંહ, પો.કો.કેતનકુમાર તથા પો.કો. રણજીતસિંહ વિગેરે પોલીસ માણસો સાથે મહુધા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ.કો. મહેશભાઇ તથા પો.કો.રણજીતસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે મહુધા પો.સ્ટે હદના ઉંદરા ગામ છલ્લા અમરસિંહની મુવાડી ખાતે રહેતા સંજયભાઇ મોહનભાઇ પરમાર રહે ઉદંરા તાબે છલ્લા અમરસિંહની મુવાડી મહુધા નાઓના કબ્જા ભોગવટાના મકાનની કાચા બંધ મકાનમાં પ્રોહી મુદ્દામાલ સંતાડી રાખી વેચાણ કરતો હોય જે અંગે સદરહું જગ્યાએ રેઇડ કરતા સંજયભાઇ મોહનભાઇ પરમાર રહે ઉદંરા તાબે છલ્લા અમરસિંહની મુવાડી તા મહુધા જી ખેડાનાઓ ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની નાની તથા મોટી બોટલ નંગ-૪૦૮ કિ.રૂ.૧,૨૭,૨૦૦/ તથા બીયર ટીન નંગ-૭૨ કિ.રૂ. ૭૨૦૦/- મળી કુલ્લે ૧,૩૪,૪૦૦/- તથા અંગજડતીના રોકડા રૂ.૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૩૫,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબ્જા ભોગવટાનો વગર પાસ પરમીટ ના મુદ્દામાલ સાથે મળી આવતા પકડી અટક કરી પકડાયેલ તથા નાસી જનાર કુલ-૩ મળી એમ કુલ-૪ ઇસમો વિરુદ્ધમાં મહુધા પો.સ્ટે. પ્રોહિ ધારા હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ચૂંટણી પહેલા જ વાલિયા તાલુકામાં દારૂની રેલમ છેલ, આખરે ગ્રામ જનોએ એક ટ્રક ઝડપી પાડી પોલીસ ને સોંપી

ProudOfGujarat

વડોદરા : મૌકા ફાઉન્ડેશન દ્વારા પસ્તી સે શિક્ષા ડ્રાઈવ અંતર્ગત સરાહનીય કાર્ય કરાયું.

ProudOfGujarat

1 જુલાઈથી રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ રાત્રે 9 સુધી ખુલ્લા રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!