દેશ અને દુનિયાભરમાં કિડની અને યુરોલોજીની તબીબી સેવા ક્ષેત્રે સુપ્રસિદ્ધ નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ (MPUH)માં તારીખ ૦૩ જૂનથી ૦૫ જૂન ૨૦૨૨ દરમિયાન ત્રિ-દિવસીય RUFCON કોન્ફરન્સ ૨૦૨૨ યોજાવા જઈ રહી છે.
વર્ષ 2017 માં પ્રોફેસર એમ.પી ગુપ્તા અને ડો. યુવરાજના નેતૃત્વમાં સેટિક યુરીલો રાની (IUI) રચના કરવામાં આવી હતી. રોબોટિક યુરોલોજી કોરમ એ એવા યુરોલોજિસ્ટ્સની સંસ્થા છે જે રોબોટિક યુરોલોજિક સર્જરીની વિશેષ પ્રેક્ટિસ કરે છે. ભારતમાં હાલમાં રોબોટિક સર્જરીનું મહત્વ ઘણું વધી રહ્યું છે. વર્તમાનમાં ભારતમાં ૯૦ થી વધુ રોબોટિક ઇન્સ્ટોલેશન થઈ ચૂક્યા છે. નડિયાદ ખાતે રોબોટિક યુરોલોજિકલ સર્જરીની પ્રેક્ટિસ કરતા સર્જનોની રાષ્ટ્રીય સંસ્થા રોબોટિક યુરોલોજી ફોરમ (RUF) ના બેનર હેઠળ રોબોટિક સર્જરીના નિષ્ણાતો એકત્ર થઈ રહ્યા છે અને ૩ જી થી 5 મી જૂન 2022 દરમિયાન મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ (MPUH) ખાતે થી RUFCONનું આયોજન કરશે. RUFCON એ વાર્ષિક ઇવેન્ટ છે જે અગાઉ મુંબઈ, કોચી અને ચંદીગઢ ખાતે યોજાઈ હતી.
મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ (MPUH) નડિયાદ, એ છેલ્લા ૪૩ વર્ષથી કિડનીના દર્દીઓની સારવાર કરતી અગ્રણી સંસ્થા છે. આ સંસ્થા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, યુરોલિથિયાસિસની સારવાર અને રોબોટિક સર્જરી માટે પ્રખ્યાત છે. ભારતમાં રોબોટિક સર્જરી માટે મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH) એક અગ્રણી સંસ્થા છે. આ સંસ્થા શ્રી રોહિત પટેલ, ચેરમેન, MPUH અને જાણીતા યુરોલોજિસ્ટ ડૉ. મહેશ દેસાઈના સક્ષમ નેતૃત્વ હેઠળ રોબોટિક સિસ્ટમ સ્થાપિત કરનાર સમગ્ર પશ્ચિમ ભારત અને ગુજરાતની પ્રથમ હોસ્પિટલ હતી. MPUH એ રોબોટિક સર્જરીઓમાં 1700 થી વધુ સર્જરીનો આંકડો પાર કર્યો છે જેમાં અન્ય જટિલ પ્રક્રિયાઓમાં ૪૦ રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે.
લગભગ તમામ યુરોલોજિકલ પ્રક્રિયાઓ માટે રોબોટિક સર્જરી કરવામાં આવે છે જેમાં રોબોટિક પ્રોસ્ટેટેક્ટોમી, રોબોટિક નેફ્રોન સ્પેરિંગ સર્જરી, રોબોટિક પાયલોપ્લાસ્ટીનો સમાવેશ થાય છે. રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એ ભારતમાં રોબોટિક સર્જરીના ક્ષેત્રમાં એક નવો જ વળાંક છે. વૈજ્ઞાનિક કાર્યક્રમ અને એજન્ડા પર નજર નાખીએ તો આ કાર્યક્રમ રોબોટિક યુરોલોજીમાં પરંપરાગત રોચક વાતોનું કેન્દ્ર છે, જે રોબોટિક સર્જરીમાં મેડિકલ ઈન્શ્યોરન્સ, રોબોટિક સર્જરીમાં જટિલતાઓ અથવા રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ પર ગહન ચર્ચાઓનો વિષય બનશે. આ ઉપરાંત ભારતભરથી યુરોલોજિસ્ટ, નર્સિંગ સ્ટાફ, ટેક્નિશિયન તથા ઓટી આસિસ્ટન્ટ ટ્રેનિગની સાથે જ્ઞાનની આપ લે પણ કરશે.
આ મીટિંગનો મુખ્ય ભાગ સર્જરીઓનુ ડેમોસ્ટ્રેશન હશે. ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. અરવિંદ ગણપુલે કહે છે કે RUFCON -૨૦૨૨ ટીમ દસ સર્જરીનું પ્રદર્શન કરવાની છે, તદુપરાંત લોસ એન્જલસ યુનાઇટેડ સ્ટેટસના ડૉ. મિહિર એમ. દેસાઇ અને યુનાઇટેડ કિંગડમના ડૉ. ઓમર કરીમ નામના બે આંતરરાષ્ટ્રીય રોબોટિક સર્જનોને પ્રેક્ષકોને તેમના જ્ઞાન અને કૌશલ્યથી પ્રબુદ્ધ કરશે.
નરેશ ગનવાણી : નડિયાદ