Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલા એક ફ્લેટના બંધ મકાનમાં તસ્કરો એ હાથફેરો કર્યો.

Share

નડિયાદમા ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલા એક ફ્લેટના બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી ઘરેણાં તથા રોકડ રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

નડિયાદ શહેરના ડભાણ ભાગોળ ખાતે આવેલ સર્કલ પાસેના એક ફ્લેટમા રહેતા પરિવાર મંગળવાર પોતાનુ મકાન બંધ કરી કામ અર્થે બહાર ગયો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમોએ ચોરી આચરી છે. બુધવારે સવારે આ પરિવારના લોકો ઘરે પરત આવતા ઘરના રૂમમાં આવેલ તીજોરીમાંથી સામાન વેરવિખેર હાલતમાં હતો. આ જોઈ મકાન માલિક પણ ચોકી ગયા હતા અને બાદમા તપાસ કરતા ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે મકાન માલિકે પોલીસને જાણ કરી છે. અંદાજીત બે લાખના મુદ્દામાલની ચોરીની આશંકા મકાન માલિકે સેવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

આદિવાસી મહિલાઓ રણચંડી બની પોલીસ અને મહિલાઓ વચ્ચે તું તું મે મે.

ProudOfGujarat

ભારતને મળશે વિશ્વની પ્રથમ DNA આધારિત કોરોના વેક્સિન: ચાલી રહી છે ત્રીજા ફેઝની ટ્રાયલ

ProudOfGujarat

ભરૂચ : કોરોનાને પગલે મોત પામેલનાં રઝળતા મૃતદેહને અંતિમક્રિયા અંગે ઠેર ઠેર લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!