Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : પાર્ક કરેલ ગાડીનો કાચ તોડી તસ્કરો રોકડ રકમ સહિત જરૂરી ડોક્યુમેન્ટની કરી ઉઠાંતરી.

Share

નડિયાદના રેલ્વે સ્ટેશન પાસે હોટલમાં જમવા જતા અજાણ્યા ચોર ગાડીનો કાચ તોડી જરૂરી ડોક્યુમેન્ટ તેમજ રોકડ રકમ લઇ નાસી છૂટ્યા હોય જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદમાં વડોદરાના ઘનશ્યામભાઈ ભાવસિંગ ભાઈ અને સ્કૂલના કર્મચારી રવિકુમાર ગાડી લઇ સ્વામિનારાયણ ગુરૂકુળમાં કામ અર્થે ગયા હોય તે સમયે બપોરના નડિયાદ રેલવે સ્ટેશન પાસે ગાડી પાર્ક કરી અને હોટલમાં જમવા ગયા હોય ત્યારે જમીને પરત આવતા ગાડીનો પાછળનો કાચ તૂટેલો હોય અને ગાડીમાં મૂકેલી બેગ જોવા મળી નહોતી જે બેગમાં રોકડ રકમ રૂપિયા ૨૦,૦૦૦ અને સ્કૂલના જરૂરી ડોક્યુમેન્ટ ડાયરી અને રવિભાઈનું મરણનું પ્રમાણપત્રની ચોરી થઇ હતી. આ બનાવ અંગે ઘનશ્યામભાઇ છોટાભાઇ પરમારે નડિયાદ ટાઉન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

દહેજના જોલવા ગામ માંથી જુગારધામ ઝડપાયું.ચાર જુગારીયાઓની અટક કરાઈ.LCB પોલીસે ૬.૮૫ લાખ ની મત્તા જપ્ત કરી…

ProudOfGujarat

પાલેજમાં પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે છોટાઉદેપુર જિલ્લાના લોકપ્રશ્નો અંગે મેળવી જાણકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!