Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદના માંકવા-વાંઠવાળી રોડ પર ચાલકે કાબૂ ગુમાવતાં કાર રોડ સાઇડના વૃક્ષ સાથે અથડાતાં એકનું મોત.

Share

મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે રામનગર વિસ્તારમાં રહેતા કલ્પેશભાઇ નટુભાઇ ડાભી તથા તેમના મિત્રો ગઈકાલે રવિવારે મોડી રાત્રે કાર લઈને માંકવાથી સિંહુજ જતા હતા. કલ્પેશભાઈના મિત્ર ચિંતનભાઈ મનુભાઈ ડાભી પોતે કાર ચલાવતા હતા અને રાજેશભાઈ રાવજીભાઈ ચૌહાણ તથા કલ્પેશ બંન્ને કારમાં સવાર હતા. આ તમામ મિત્રો માંકવાથી સિહુંજ ક્રિકેટ રમવા જતા હતા. આ વખતે મોડી રાત્રે માંકવા-વાંઠવાળી રોડ પર કાર ચાલકે એકાએક કાબુ ગુમાવતાં કાર રોડની સાઇડના વૃક્ષ સાથે અથડાઈ હતી. જેને પગલે કારમાં સવાર ત્રણ મિત્રોને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જે પૈકી કલ્પેશ ડાભીને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ નજીકથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોએ આ ત્રણેયને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં કલ્પેશભાઈ ડાભીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહેમદાવાદ પોલીસે ઉપરોક્ત ઘટના સંદર્ભે પ્રવીણસિંહ ડાભીની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ. કરાયા

ProudOfGujarat

હાલ માસ્કના દંડની રકમ ઘટાડવામાં આવશે નહીં : ગુજરાત હાઈકોર્ટ.

ProudOfGujarat

સાંસરોદ હાઈસ્કૂલમાં 71 માં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!