Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ૨૫ આવાસોનું લોકાર્પણ કરાયું.

Share

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સરદારની ભૂમિ એવા નડિયાદ ખાતે અંદાજિત રૂપિયા ૩૪૭ કરોડના ખર્ચે પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્માણ કરવામાં આવેલ ૯૨૫ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ગુજરાતે મને ઘડ્યો છે એવી લાગણી વ્યક્ત કરતાં અમિતભાઈ શાહે જણાવ્યું કે ભાજપ શાસન પહેલાના અસલામત અને અસુરક્ષિત ગુજરાતને મેં જોયું છે. ભૂતકાળની સરકારએ ગુજરાતમાં લોકોને અંદરોઅંદર લડાવીને કાયદો અને વ્યવસ્થાના બુરા હાલ કર્યા હતા. વર્ષના ૨૦૦ દિવસ રાજ્યના વિસ્તારો કરફ્યુ હેઠળ રહેતા અને બેન્કો, કારખાના, વ્યાપાર ધંધા બંધ રહેતા. રાજ્યના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપ સરકારોએ ગુજરાતને શાંત અને સલામત ગુજરાત બનાવ્યું. રથયાત્રા શાંતિ અને ઉલ્લાસના વાતાવરણમાં નીકળે એવી સુખદ પરિસ્થિતિનું નિર્માણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષાના પાયામાં રહેલા અદના સૈનિકો એવા પોલીસ દળના જવાનોના કાર્યને બિરદાવતાં જણાવ્યું હતુ કે, પોલીસ દળના જવાનો ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષાના પાયાના પથ્થરો છે. ઠંડી હોય કે ગરમી હોય કે પછી વરસાદની પરિસ્થિતિ હોય કોઈપણ વિક્ટ પરિસ્થિતિમાં ગુજરાતની સુરક્ષાની ચિંતા કરી રહેલા પોલીસ દળના આ અદના સૈનિકોની સાથે તેમના પરિવારની પણ ચિંતા સરકાર કરી રહી છે. જેના પરીણામે રાજ્યમાં છેલ્લા બે દશકમાં રૂપિયા ૩૮૪૦ કરોડના ખર્ચે ૩૧ હજા૨ પોલીસ આવાસો અને ૧૫૨૫ બિનરહેણાંક મકાનો – પોલીસ સ્ટેશનો – કચેરીઓનું નિર્માણ થયું છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને પોલીસને જીવનજરૂરી સુવિધા – સગવડો આપવી એ રાજ્ય સત્તાની પહેલી ફરજ અને કર્તવ્ય છે, અને તેથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને ગૃહ મંત્રી અમીતભાઈ શાહના દિશાનિર્દેશમાં ગુજરાતમાં પોલીસ કર્મીઓના કલ્યાણ પોલીસ વેલ્ફેર અને સુવિધાને સરકારે અગ્રતા આપી છે. એટલુ જ નહી પોલીસ દળને સમય કરતા બે ડગલા આગળ લઈ જવા સમયાંતરે નવી નીતિઓ બનાવી પોલીસ બેડાનું આધુનિકીકરણ કર્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ બે પનોતા પુત્રોએ કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-એ કલમોની નાબૂદી સહિતના મક્કમ કદમોથી દેશની આંતરિક અને સીમા સલામતીને ખૂબ મજબૂત કરી છે, તો રામ મંદિર નિર્માણ જેવા પગલાઓથી લાંબા સમયની લોક અપેક્ષાઓ પૂરી કરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતરતાં શખ્સનું પર્સ ચોરી કરતાં બે ઝડપાયાં..

ProudOfGujarat

ભરૂચ : વેજલપુરનાં યુવાનોએ નર્મદા કાંઠે વૃક્ષારોપણનું આયોજન કર્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામનાં ચાર રસ્તા નજીકનાં વિજ ટ્રાન્સફોર્મર પાસે ગયેલા યુવકને વીજ કરંટ લાગતા સળગી ગયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!