Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે પોલિસ આવાસ યોજનાઓના લાભો એનાયત કરાશે.

Share

તા.૨૯/૦૫/૨૦૨૨ રવિવારના રોજ ૧૨/૦૦ કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ, ડાકોર રોડ, નડીઆદ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.૩૪૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૨૫ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાથી સજજ કુલ ૫૭ મકાનોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવશે. જેમાં રાજકોટ ખાતે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવું સાયબર ક્રાઇમ યુનિટ, આઇ.બી. કચેરી, એસ.પી. કચેરી, પોલીસ સ્ટેશન, પોલીસના રહેણાંક આવાસો, ડાંગ કેનાલ, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, વાયરલેસ વર્કશોપ, માઉન્ટેડ યુનિટ, સ્પોર્ટસ ફેસીલીટી સહિતના બિલ્ડીંગોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. નવીન બિન રહેણાંક આવાસોમાં મુદ્દામાલ પુરતા સ્ટોરોજ, શારિરીક વિકલાંગ વ્યક્તિઓ માટે રેમ્પ, જમવા માટે લંચ રૂમ,સી.સી.ટી.વી., બેઝમેન્ટમાં પાર્કિંગ, મહિલાઓ માટે હેલ્પડેસ્ક, બાળકોના કલ્યાણ માટે ઓફિસર રૂમ, ગુના સંબંધી તથા બિનગુના સંબંધી કામગીરી માટે અલગ અલગ વ્યવસ્થા, કોન્ફરન્સ મલ્ટી પર્પઝ હોલ, રેકર્ડ રૂમ, પુરૂષ તથા મહિલા કેદીઓ માટે એટેચ ટોયલેટવાળા લોકઅપ, બાળકો માટે અલાયદી સગવડ, અલગ પાસપોર્ટ ડેસ્ક, કાઉન્સેલીંગ રૂમ, ઇન્ટ્રોગેશન રૂમ તેમજ મહિલા કર્મચારીઓ માટે ઘોડીયાઘર વિગેરે સુવિધાઓથી સજજ છે.

આ લોકાર્પણ કાર્યક્રમનું તમામ જિલ્લા શહેર ખાતે બાયસેગ કૈયુ બેન્ડથી લાઇવ પ્રસારણ કરવામાં આવનાર છે. જિલ્લાઓ ખાતે જિલ્લાના પ્રભારીમંત્રી અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં હાજર રહી ટુ વે ૐ કોમ્યુનિકેશન દ્વારા લોકાર્પણ કાર્યક્રમમાં જોડાનાર છે. આ કાર્યક્રમમાં ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય જિલ્લા ખાતેથી પણ મોટી સંખ્યામાં નાગરિકો લોકો કાર્યક્રમના સ્થળે આવનાર છે. જેઓની સભાસ્થળ ઉપર અલગ અલગ જિલ્લા વાઇઝ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે તેમજ અલગ અલગ જિલ્લા વાઇઝ પાર્કીંગની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. કાર્યક્રમ દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ના ઉદભવે તે માટે બિલોદરા ચોકડીથી રીંગ રોડ, એક્સપ્રેસ રોડ થઇ ડાકોર તરફ જતો તથા મહાગુજરાત સર્કલથી ડાકોર તરફ જતો તથા ડી-માર્ટ ઉત્તરસંડા-ફતેપુરા રીંગ રોડ થઇ ડાકોર તરફ જતો તમામ વાહન વ્યવહાર તેમજ ડાકોર રોડ, સલુણ તરફથી નડીઆદ તરફ આવતો તમામ વાહન વ્યવહાર કલેક્ટરના જાહેરનામા મુજબ તા.૨૯/૦૫/૨૦૨૨ ના રોજ કાર્યક્રમ દરમ્યાન પ્રતિબંધિત જાહેર કરી વૈકલ્પિક માર્ગો ઉપર ડાયર્વઝન આપવામાં આવેલ છે. (ફાયર, મીડીયા સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાનને લાગુ પડશે નહીં) આ કાર્યક્રમમાં સુરક્ષા અર્થે બંદોબસ્તમાં એસ.પી. – ૦૫, ડીવાયએસપી- ૧૫, પોલીસ ઇન્સ્પેકટર- ૩૩ પોલીસ કર્મચારી-૧૨૨૫, મહિલા પોલીસ-૩૯૦, એસ.આર.પી.-૨ કંપની તથા હોમગાર્ડ-૫૦૦ જવાનો, બીડીડીએસ ટીમો તેમજ ડોગ સ્કોર્ડ તૈનાત રહેશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચના વેજલપુર વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે પડેલ ખાડાઓથી પ્રજા ત્રસ્ત.

ProudOfGujarat

રાજપીપળા : સેલંબા હાઈસ્કુલમાંથી કુલ રૂ. ૩૭,૫૦૦/-ના માલમત્તાની ચોરી કરી ચોર ફરાર.

ProudOfGujarat

દહેજની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા મજૂરના પગ ઉપર લોખંડની પ્લેટ પડતા પહોંચી ગંભીર ઈજાઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!