Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહેમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતાં ઈસમ પાસેથી ટિકિટ ચેકરે ટિકિટ માંગતા બોલાચાલી.

Share

મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહેતા ૪૩ વર્ષીય પીન્ટુ શ્રીરામદયાલ દેતવાલ પોતે રેલવેમાં ઇન્દોર હેડ ક્વાટર ખાતે રતલામ ડિવિઝનમા DYCTI તરીકે ફરજ બજાવી રહ્યાં છે. શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંધીનગરથી ઇન્દોર સુધી ફરજ ઉપર હતા. આ દરમિયાન ટિકિટ ચેકિંગનુ કામ કરતા હતા. આ દિવસે રાત્રે આ ટ્રેન મેમદાવાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. આ સમયે એક અજાણ્યો ઈસમ ટ્રેનની ઓફ સાઇડમાંથી ટ્રેનમાં ચડેલો હતો. ત્યાં હાજર ટિકિટ ચેકર પીન્ટુ દેતવાલે આ અજાણ્યા ઈસમને અટકાવી તેની પાસે ટિકિટ માગી હતી. જોકે આ વ્યક્તિ તરત જ તેના બીજા દરવાજાથી ઉતરી ગયો હતો અને ટિકિટ ચેકરને ગાળો બોલવા લાગ્યો હતો. ઉપરાંત નીચેથી પથ્થર લઈ ટિકિટ ચેકરને મારવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ટ્રેન ચાલુ થતાં ટ્રેનના દરવાજા પાસે આવી ટિકિટ ચેકરને લાત મારવાની કોશિશ કરી હતી. આ મામલે ટિકિટ ચેકરે CMI કંટ્રોલ વડોદરાને જાણ કરી હતી અને આ સમગ્ર મામલે નડિયાદ રેલવે પોલીસમાં તેઓએ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ગામ તળાવની બાજુમાં 6.30 કરોડના ખર્ચથી આધુનિક સુવિધાથી સજજ લેક પાર્ક બનાવાશે..

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેન્ડમાં ગંદકીથી મુસાફરો ત્રાહિમામ.

ProudOfGujarat

નેત્રંગમાં પોલીસ ભરતી પરીક્ષા પાસ કરનાર યુવાનોને જરૂરી દસ્તાવેજો મામલતદાર કચેરીમાંથી મળતા રાહત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!