નડિયાદ સ્થિત બધિર વિદ્યાલયમાં મુલાકાત લેવામાં આવી હતી. મહિલા પોલીસ મથકના પી. એસ. આઇ એ.કે રાઠોડની આગેવાનીમાં શી ટીમ સહિત મહિલા પોલીસ કર્મીઓ સાથે વિદ્યાલયમાં પહોંચી બધિર વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસની ટીમ એસ.જી. બ્રહ્મભટ્ટ બધિર વિદ્યાવિહારમાં પહોંચી મહિલા અને બાળકો પર થતી જાતીય સતામણી, ઘરેલું હિંસા તેમજ સિનિયર સિટીઝનોને મદદ કરવા માટે શી ટીમ કાર્યરત છે, તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સંસ્થાના બાળકો દ્વારા ભરતગુંથણ તેમજ સીવણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement