આજનાં હરીફાઈનાં જમાનામાં વિદ્યાર્થીઓ માટે અનેક વિક્લ્પો સુલભ બન્યા છે અને તેમાંથી જ વિદ્યાર્થીઓમાં અનેક પ્રશનો સર્જાય છે. માર્ગદર્શનનાં અભાવે આવા સંજોગોમાં વિદ્યાથીઓ ખોટી કારકીર્દીમાં ફંટાઈ જાય છે આજનાં માર્કેટીંગનાં જમાનામાં અનેક લોભામણી જાહેરાતો કરી વિદ્યાર્થીઓને ગેરમાર્ગ દોરવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓમાં ખુબ જ મુઝવણ રહેતી હોય છે. અને પરિણામે સ્ટ્રેસ, ડિપ્રેશન જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
વિદ્યાર્થીઓને સરખી અને સચોટ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી ધો.૧૨ પાસ વિદ્યાર્થીઓ માટે શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજ અંગ્રેજી માધ્યમ નડિયાદમાં તા. ૨૬/૫/૨૦૨૨ને ગુરુવારના રોજ કોલેજ કોન્ફરન્સ હોલમાં કારકીર્દી સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં નડિયાદ તેમજ આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારની શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહયા હતા. વિદ્યાર્થીઓને નવા જમાનાને અનુરૂપ વિવિધ કોર્સીસની માહિતી આપવામાં આવી હતી. ગુજરાત તેમજ ગુજરાત બહાર થતાં વિવિધ વિકલ્પો પણ ચર્ચવામાં આવ્યા હતા. આજકાલ વિદેશમાં જવાનો ગાડરીયા પ્રવાહ શરૂ થયો છે. તેનાં સારા તથા નરસા પાસઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અંતે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા પ્રશ્નોતરી કાર્યક્રમમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કાર્યક્રમની સફળતાને જોતા એ વિદિત થાય છે. આ પ્રકારનાં પધ્ધતિસરનાં કાર્યક્રમની વિદ્યાર્થીઓને સમાને ખૂબ જ જરૂરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ