નડિયાદ ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેરીની સિઝનમાં નડિયાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કેમિકલથી
પકાવેલી કેરીનું વેચાણ તથા કેરીના રસ બનાવવા માટે સુગર સોલ્યુશન વાપરવામાં આવે છે. તેવી મળેલી માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો દ્વારા શહેરના કોલેજ રોડ, મિશનરોડ, પીપલગ ચોકડી, પીજરોડ સહિત વિવિધ વિસ્તારમાં કેરી વેચતા વેપારીઓ અને હાટડીઓ મળીને કુલ ૧૦ સ્થળોએ દરોડો પાડયો હતો. જેમાં કેમિકલ અને સરકારની ગાઇડલાઇનના નિયમ વિરૂદ્ધ પકાવેલી ૨૦ કિલો કેસર કેરી, કેરીનો રસ તેમજ સુગર સોલ્યુશન મળી કુલ ૫૦ કિલો કિ. રૂ. ૫૫૦૦ નાશ કરાયો હતો. કેરીનાં લીધેલા નમૂનાઓને ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement