Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અન્વયે થઇ રહેલ કામોનું નિરીક્ષણ કરતા અધિક સચિવ કાનાણી.

Share

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં બનનાર ૭૫ અમૃત સરોવર માટે ગાંધીનગરથી સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ કાનાણી, નડિયાદના મહિસિંચાઇ વર્તુળના ચૌહાણ, નિરવભાઇ તેમજ સિંચાઇ વિભાગના અન્ય ઇજનેરોએ ખેડા જિલ્લાના ઉતરસંડા, હેરંજ અને વડતાલના તળાવોની તાજેતરમા મુલાકાત લઇ કામગીરીનું નીરક્ષણ કર્યું હતું. તેઓ એ તળાવો ઉંડા કરવા તેમજ અન્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું. સુજલામ સુફલામ યોજના અન્વયે જિલ્લામાં ૭૫ તળાવો ઉંડા કરવાનું કામ ચાલી રહ્યું છે સુજલામ સુફલામ યોજના અન્વયે તળાવો ભરાવાથી જિલ્લામાં પાણીનું સ્તર ઉંચુ આવશે આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે ખેડા જિલ્લાના દરેક તાલુકાઓમાં અમૃત સરોવર અન્વયે તળાવો ઉંડા કરવાની કામગીરી સત્વરે પુરી કરવામાં આવનાર છે. આ કામોની મંજૂરી પણ આપવામાં આવી છે. કામ લોક ભાગીદારીથી થઇ રહ્યા છે. આ કામગીરી તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી ચાલનાર છે તેમ સિંચાઇ વિભાગના ઇજનેર અમીનએ જણાવ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

કેવડીયામાં નવનિર્મિત આરોગ્ય વન ખાતે વેલનેસ સેન્ટરનો પ્રારંભ થશે.

ProudOfGujarat

ભરૂચ માંડવા ટોલ ટેક્સ પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ કપાટ શરૂ થતા કોંગ્રેસમાં આગેવાનોનો હલ્લો, 10 દિવસનું અપાયું અલ્ટીમેટમ

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોસ્ટ કરેલ તસવીરોમાં બોલ્ડ પીચ ડ્રેસ સ્પ્રિંગ લુક જોવા મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!