નડિયાદમાં માસ્ટર સોલ્યુસન તથા માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની ખોટી કંપની બનાવી છેતરપિંડી કરનાર આરોપીઓને નડિયાદની રૂરલ પોલીસે ઝડપી પાડયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ રૂરલ પોલીસ લોકોના રૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડી આચરતા શખ્સોને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરેલ હોય જે અંતર્ગત નડિયાદના ડભાણમાં રોડ શુભમ પાર્ટી પ્લોટ સામે આવેલા વૃંદાવન સોસાયટીની આગળ આવેલ શોપિંગમાં દુકાન નંબર 111 માં માસ્ટર સોલ્યુશન તથા માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી થાપણદારોને મેમ્બરશીપ આપી મોબાઇલ એપ્લિકેશનમાં લોગઇન આઈ. ડી. તથા પાસવર્ડથી ડિપોઝિટની રકમ છળકપટથી કંપનીના બેંક ખાતામાં જમા કરાવી થાપણદારો સાથે છેતરપિંડી કરતો શખ્સ રાહુલ નારણ વાઘેલા અને ગૌરી રાહુલ નારણ વાઘેલાને નડિયાદ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ અન્ય વોન્ટેડ આરોપીઓને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
નરેશ ગનવાણી : નડિયાદ