વડતાલધામના આંગણે વચનામૃત દ્વિશતાબ્દી ઉપક્રમે “વચનામૃત તત્ત્વાર્થબોધ” વ્યાખ્યાનમાળા આયોજીત કરવામાં આવી હતી.વર્તમાન ગાદિપતિ પ પૂ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ડો સંત સ્વામી, શાસ્ત્રી માધવપ્રિયદાસજી, નૌતમપ્રકાશ સ્વામી, ભક્તિપ્રકાશ સ્વામી, યોગેશ્વર સ્વામી – સરધાર લાલજી ભગત દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આચાર્યએ ભગવાન સ્વામિનારાયણના વચન આધારે દાર્શનિક વિચાર વિમર્શ માટે વિદ્વાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવા આયોજન બદલ ડો સંત સ્વામીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે આચાર્ય મહારાજ અને વડિલ સંતો દ્વારા હરેન્દ્ર ભટ્ટ લિખિત અંગ્રેજી બુક્સ વચનામૃત મ્યુજીંગ ભાગ -૧ અને ર નું વિમોચન કરવામાં આવ્યું હતું. બળવંતભાઈ જાની કુલપતિ સાગર યુનિવર્સિટી દ્વારા ઉપસ્થિત વિદ્વાનોના પરિચય સાથે સેમિનારનું સંચાલન કરવામાં આવ્યું હતું.
સચ્ચિદાનંદ મિશ્ર – ઇન્ડિયન કાઉન્સિલ ફોર ફીલોસોફિકલ રીસર્ચ ન્યુ દિલ્હી અંબિકાદત્ત શર્મા – ડીન – ઓલ ઇન્ડિયા દર્શન પરિષદ, સાગર મધ્યપ્રદેશ, તેજસ્વી કટ્ટમણી- ટ્રાયબલ યુનિવર્સિટી – આંઘ્રપ્રદેશ, રજનીશ શુક્લ, કુલપતિ – મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ યુનિવર્સિટી વર્ધા – મહારાષ્ટ્ર, નિરંજન પટેલ – કા. કુલપતિ એસ પી યુનિવર્સિટી, લલિત પટેલ કા. કુલપતિ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, પ્રતાપસિંહ ચૌહાણ કુલપતિ – ગુરૂ ગોવિંદસિંહ યુનિવર્સિટી ગોધરા, સારંગ દેવતાજી કુલપતિ જનાર્દન યુનિવર્સિટી – ઉદયપૂર, ગોદાવરીષ મિશ્રા – કુલપતિ નાલંદા યુનિવર્સિટી – બિહાર, રામપ્રિયજી, પ્રધાનાચાર્ય દર્શનમ સંસ્કૃત વિદ્યાલય, જશવંત રાવલ – તંત્રીશ્રી નયા પડકાર નંદકિશોર પાંડે, સેન્ટ્રલ હિન્દી સંસ્થા આગ્રા જેવા નિષ્ણાંતોએ વચનામૃત અને વેદાંતની ગહન ચર્ચાઓ કરી હતી. આ સારસ્વત પુરુષોનું વડતાલ સંસ્થા વતી મુખ્ય કોઠારીશ્રી ડો સંત સ્વામીએ યથોચિત સ્વાગત અભિવાદન કર્યુ હતું.
ભગવાન સ્વામિનારાયણ અને નંદ સંતો દ્વારા પ્રસ્થાપિત પ્રણાલિકાની છણાવટ કરીને વિદ્વાનોએ દાર્શનિક શોધપત્રોનું વાંચન કર્યુ હતું. વડતાલ સંસ્થા દ્વારા ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શોધ સંશોધન કરવાની સરળતા રહે , એવું શોધ કેન્દ્ર પ્રસ્થાપિત કરવામાં આવશે અને વિવિધ યુનિવર્સિટીઓ સાથે જોડાણ પણ કરવામાં આવશે. સંપ્રદાયના ગ્રંથો પર સંશોધન કરતા છાત્રોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. વચનામૃત સત્સંગિજીવન અને નંદ સંતો દ્વારા રચિત સાહિત્યને પ્રાથમિક ધોરણે સહાય આપવામાં આવશે. સાહિત્ય સંશોધન દ્વારા શ્રીજી મહારાજના મૌલિક સિદ્ધાંતો લોકમાનસ સુધી પહોંચાડવામાં આવશે.
આ સ્મગ્ર સેમિનારની વ્યવસ્થા પ્રો. હરેન્દ્રભાઈ ભટ્ટ અને નિકિત પટેલ દ્વારા કરવામાં આવેલ, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.
નરેશ ગનવાણી : નડિયાદ