Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદના ચકલાસીમાં ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું.

Share

નડિયાદ તાલુકાના ચકલાસી ગામ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક શનિવારની વહેલી સવારે એક અકસ્માત સર્જાયો છે. અહીંયાથી પસાર થઇ રહેલા ટેમ્પો અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ઉપરોક્ત બંને વાહનોના કૂરચે ફુરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. એક વ્યક્તિ ડમ્પરના કેબિનમાં ફસાઈ ગયો હતો. જેથી નડિયાદ ફાયરબ્રિગેડની મદદ મેળવી ફસાયેલા વ્યક્તિને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો છે. બંને વ્યક્તિને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ચકલાસી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં મરણજનાર વ્યક્તિનું નામ ખોડાભાઈ ચૌહાણ (ઉ.વ. 41, રહે. ખાત્રજ) હોવાનું જણાવ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

લીંબડી દોલતસાગર વચ્ચે આવેલ ટેકરીની દુર્દશા

ProudOfGujarat

ગૌચરની જમીન પર દબાણ બાબતે કોડવાવના ગ્રામજનોનું ક્લેકટરને આવેદન

ProudOfGujarat

છોટાઉદેપુર : સાંકડીબારીનો કાચો રસ્તો R & B વિભાગે સરખો ન કરતાં ગ્રામજનોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!