Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની દિવ્યાંગ ભાઇઓ-બહેનોની ગોળા ફેંક સ્પર્ધા યોજાઇ.

Share

નડિયાદ મરીડા રોડ પર આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ અંતર્ગત સ્પેશ્યલ દિવ્યાંગોની રાજયકક્ષાની ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક, વ્હીલચેર, ટ્રાઇસિકલ રેસની સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં રાજયના વિવિધ જિલ્લાના દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૩૫ વર્ષના ઉપરના ભાઇઓ અને બહેનોની ગોળાફેંક સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ભાઇઓ વિભાગમાં ડભાણના માંડવી ચોકમાં રહેતા જીતેન્દ્ર શનાભાઇ સોલંકીએ ૪ કિલોનો લોખંડનો ગોળો ૬.૯૩ મીટર ફેંકીને પ્રથમ વિજેતા બન્યા છે. જયારે બહેનો વિભાગમાં મહેમદાવાદના હિરપુરાલાટના ગૌરીબેન પટેલ ૩ કિલોનો ગોળો ૪.૭૩ મીટર ફેંકીને પ્રથમ વિજેતા બન્યા છે. બંને વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બંને વિજેતાઓએ ગામ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ તેની આગામી ફિલ્મ “દિલ હૈ ગ્રે” નું પોસ્ટર લોન્ચ કર્યું.

ProudOfGujarat

ભરૂચની એસ.વી.એમ.આઇ.ટી એન્જિનીયરીંગ કોલેજમાં ચાર દિવસીય યોગ સેમીનાર યોજાયો.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે અને કેવી રીતે શરૂ થયો, જાણો ઇતિહાસ અને આ વર્ષની થીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!