Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહુધાના મંગળપુર પાટીયા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી.

Share

મહુધા તાલુકાના મંગળપુર પાટીયા પાસે આજે બપોરના સમયે પસાર થતી એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. કારના બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળતા કાર ચાલક ગભરાયો ગયો હતો અને કારને રોડની સાઈડમાં અટકાવી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. કારચાલક સહિત કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે. ઘટનાને પગલે મહુધા પોલીસ સ્થળ પર પહોંચી સ્થાનિકોની મદદથી કારમાં લાગેલી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગના બનાવના કારણે રોડ ઉપર થોડા સમય માટે ટ્રાફિકજામ થઇ ગયો હતો. તો વળી મોટી હોનારત ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વિરમગામ ખાતે સ્તનપાન, કાંગારૂ મધર કેર અંગે મહિલા શિબીરનું આયોજન કરવામાં આવ્યુ

ProudOfGujarat

તિલકવાડા તાલુકાનાં નાનાવોરા ગામે 24 વર્ષનાં યુવાનની આત્મહત્યા.

ProudOfGujarat

રીંછવાણી ગામે ઈસમની થયેલી હત્યાનો ભેદ ગોધરા LCB ઉકેલ્યો,પિતાપુત્રોની ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!