Proud of Gujarat
GujaratFeaturedINDIA

તમિલનાડુ ખાતે વિદ્યાર્થીની આત્મહત્યા અંગે નડિયાદ ABVP દ્વારા વિરોધ પ્રદર્શન.

Share

નડિયાદમાં ABVP દ્વારા તમિલનાડુની ધર્માંતરણની ઘટનાના વિરોધમાં કોલેજ રોડ પર સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. તમિલનાડુમાં ધર્માંતરણના મામલામાં એક પીડીતાએ અંતે આત્મહત્યા કરી લીધી હતી. જે ઘટનાની નિંદા કરી આ માટે લડત ચલાવતા રાષ્ટ્રીય મહામંત્રીની ધરપકડ મામલે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને તમિલનાડુ સરકારનું પુતળા દહન કરાયું હતું.

નડિયાદ ABVP સંગઠને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો છે. તાજેતરમાં તમિલનાડુમાં એક યુવતી પર ધર્મ પરિવર્તનની બાબતે દબાણ કરવામાં આવ્યું હતું અને યુવતીએ તેનો વિરોધ કરી અંતે આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થી પરિષદ દ્વારા આ બાબતે ત્યાંની સરકાર તથા રાજ્યપાલને આ બાબતની જાણ અને તેના ન્યાય અંગે માંગ કરાઈ હતી. પરંતુ તેમને ન્યાય આપવામાં આવ્યો નહોતો અને જે વિદ્યાર્થી પરિષદ દ્વારા આ બાબતે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. તમિલનાડુ સરકારના વિરોધમાં પુતળાદહન કરી નડિયાદ નગરમાં પ્રદર્શન કરવામાં આવ્યું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ સહિત હવે અંકલેશ્વરમાં પણ દીપડાનો આતંક.

ProudOfGujarat

અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ કરાઇ

ProudOfGujarat

જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાંથી અકસ્માતે પડી જતાં પોલીસનો પગ કપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!