Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બે કાર અથડાતાં એકનું મોત નીપજયું.

Share

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી ગામ નજીક સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં વડોદરા તરફ જતા બે કાર અથડાઈ હતી. અહીંયાથી કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન આ કારને પાછળથી આવતી અન્ય એક કાર એ ટક્કર મારી હતી.

આ અકસ્માતના બનાવમાં બંન્ને ગાડીને નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 5 લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ થોડા સમય માટે અહીંયા ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો. ચકલાસી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભૂતકાળમાં અમારા નેતાઓ પર જૂતા ફેંક્યા અને હવે પોતે.. : નીતિન પટેલે આપ્યું એવું નિવેદન કે આપ પાર્ટી ભડકશે..

ProudOfGujarat

ગોધરા એપીએમસી ખાતે આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામે હાઇવે ઉપર થયેલ લૂંટના આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!