Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ડભાણ સ્વામિનારાયણ મંદિરનો 135 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.

Share

નડિયાદ તાલુકાના ડભાણ સ્વામિનારાયણ મંદિરનો 135 મો વાર્ષિક પાટોત્સવ ખૂબ જ ધામધુમ પુર્વક ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવ અંતર્ગત આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે નૂતન ગૌશાળા તથા નૂતન સુવર્ણ સિંહાસન અને ધ્વજદંડનું ઉદ્ઘાટન કરાયું હતું. ડભાણ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો 135 મો વાર્ષિક પાટોત્સવ ખુબ જ ધામધુમ પુર્વક ઉજવાયો હતો.

આ પ્રસંગે દેવોને અભિષેક અન્નકૂટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પાટોત્સવ અંતર્ગત રવિવારે સવારે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે નૂતન ગૌશાળા, નૂતન સુવર્ણ સિંહાસન તથાશ્રી હનુમાનજી તથા શ્રી ગણપતિદાદાના ધ્વજદંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી પૂજ્ય નૌતમ પ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત્વલ્લભ દાસજી સ્વામી સહિત સંપ્રદાયના સંતો મહંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો.સંત સ્વામીએ ડભાણ મહિમાની કથા વર્ણવી હતી. આ પ્રસંગે નૌતમ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે ઉપસ્થિત હરિભક્તોને આશિર્વચન પાઠવ્યા હતા અને મંદિરના કોઠારી બળદેવ સ્વામીને કર્મનિષ્ઠ સંતનું બિરુદ આપીને તેમનું અભિવાદન કર્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડિયાનાં ધારાસભ્યની સરકારને રાકેશ ટીકૈત મુદ્દે ખુલ્લી ચેતવણી.

ProudOfGujarat

રાજપીપળા ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેરનું આયોજન કરાયું

ProudOfGujarat

પંચમહાલ : જિલ્લા કે રાજ્ય બહારનાં મજૂરો, કામદારોની વિગતો પોલિસ સ્ટેશને આપવા અંગેનું જાહેરનામુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!