મહેમદાવાદ ખાતે અંદાજીત રૂા. ૮૨.૨૭ લાખના ખર્ચે ૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી અને ૨૦ મીટર ઊંચી આરસીસી ઓવરહેડ પાણીની ટાંકીનું ખાતમૂહુર્ત કરતા ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે પાણી અમૂલ્ય છે. પાણી એ જીવન છે ત્યારે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી પાણી બચાવીએ. તેઓ એ જણાવ્યું કે રાજ્ય સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્રીને લઇને વિકાસ કાર્યો કરે છે. પ્રજાની ખરા અર્થમાં ચિંતા કરતી સરકાર છે. સરકારની વિવિધ ૨૫૬ જેટલી યોજનાઓ ચાલે છે જેનો મહત્તમ લાભ લેવા તેઓ એ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ શીલાબેન વ્યાસએ મહેમદાવાદ ખાતે પાણીની ટાંકી મંજૂર કરવા બદલ રાજય સરકારનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે આ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પાણીની સમસ્યા હતા. જે હવે પૂર્ણ થતા પાણી સમસ્યાઓ દૂર થશે. આ પ્રસંગે શહેર પ્રમુખ નગરપાલિકાના ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન, સદસ્ય ઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ