Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત “સુયોગમ”પરિવાર દ્વારા નિશુલ્ક યોગા કલાસ શરૂ કરાયા.

Share

શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત “સુયોગમ”પરિવાર દ્વારા પ.પૂ. મહંત રામદાસજી મહારાજના આર્શીદવાદથી યોગ યુક્ત રહો અને રોગ મુક્ત રહો એ વૈદિક પરંપરાને ઉજાગર કરવાના હેતુથી ધર ધર યોગ દ્વારા ધર ધર તંદુરસ્તી પહોંચાડવાના હેતુથી સુયોગમ પરિવારના સભ્યો દ્વારા “સુયોગમ”ના યોગ ગુરુ પંકેશભાઇ તથા ચાંદનીબેન દ્વારા તાલીમ લીધેલ સભ્યોએ બીગીનર ફોર યોગ અને વેઇટ લોસ ઉપર સામાન્ય પ્રજાને નિશુલ્ક લાભ મળે તે હેતુથી પ્રારંભિક ધોરણે ઓનલાઈન અને ઓફલાઇન યોગ પ્રશિક્ષણના વર્ગોનો પ્રારંભ પ. પૂ. રામદાસજી મહારાજના આર્શીદવાદથી કુલ બાર બેચથી કરેલ છે. નડિયાદની પ્રજા નિયમિત નિશુલ્ક લાભ મંદિરમાં તો સવારે લઇ રહયા છે જ પરંતુ પોતાના નજીકના વિસ્તારમાં લાભ લે તે હેતુથી શરુઆત કરી છે. આ પ્રસંગે શ્રી સંતરામ મંદિરના સંતશ્રીઓ નિર્ગુણદાસજી મહારાજ, મોરારીદાસજી મહારાજ, મોહનદાસજી મહારાજ, ધરમદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજ, બ્રહ્મચારી રાજેશનંદજી મહારાજ દ્વારા વિવિધ વિસ્તારોમાં આર્શીરવચન આપી પ્રારંભ કરાવ્યો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજ્યના શિક્ષકોને ‘online’ નો હાવ : શિક્ષણ offline ?

ProudOfGujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા અંતર્ગત પીલુદરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!