સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરના નીકળવાના ઉત્તર દરવાજામાં ગેટ નંબર-૨ ઉપર દરવાજાની નજીક લક્ષ્મીજી જવાના માર્ગ પર બે રખડતા આખલા બાખડયા હતા જેને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો સાથે સાથે આવનાર યાત્રાળુઓ તથા સ્થાનિકોમાં લડતા આખલાથી બચવા માટે અફરાતફરી થઈ હતી થઇ હતી તથા ભગવાન રણછોડરાયના દર્શનાર્થે આવેલા ભક્તોના પાર્ક કરેલ વાહનો તેની ઉપર આ લડતા આખલા પડતા વાહનો પડી જવાથી વાહનોની એસેસરીને પણ નુકસાન પહોંચ્યું હતું. લોકો દ્વારા પાણીનો છંટકાવ કરી તેમજ લાકડી વડે મારીને મહામુસીબતે અને જીવના જોખમે આ બે લડતા આખલાઓને છોડાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મહા મહેનત બાદ આ બે લડતા આખલાને વધુ લડતા રોકવામાં સફળતા મળી હતી અને આખલા પોતપોતાના રસ્તે નીકળી ગયા હતા જેથી ત્યારબાદ દરેકના જીવમાં જીવ આવ્યો હતો.
ડાકોર પાલિકા તંત્ર દ્વારા આવા રખડતા પશુઓ પર વહેલી તકે અંકુશ લાવવા ઉગ્ર માંગ ઉઠી છે. વડોદરામાં હાલમાં જ રખડતાં પશુઓના કારણે પોતાની એક આંખ ગુમાવવાનો વારો એક યુવાનને આવ્યો છે. સામાન્ય રીતે ડાકોરમાં યાત્રાધામ હોવાથી ખૂબ જ વધારે ભીડ હોય છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાન રણછોડરાયના દર્શને આવતા હોય છે ડાકોર મંદિરના નીકળવાના માર્ગ ઉપર જ આવી રીતે બે આખલા બાખડે તે યાત્રાળુઓની સલામતી અંગે શંકા ઉત્પન્ન કરે છે. ડાકોર નગરપાલિકા તંત્ર કોઇ મોટી ઘટના બને તેની રાહ જોઇ રહ્યું છે ક્યાંકને ક્યાંક ડાકોર નગરપાલિકા તંત્ર નબળું દેખાઈ રહ્યું છે જેને લઇને સ્થાનિકોમાં તથા યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ