Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા તાલુકાના નાયકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલ યુવાનને કારે ટક્કર મારતા મોત નીપજયું.

Share

નડિયાદના ખેડા તાલુકાના નાયકા પાસે માધુપુરામાં રહેતા એક યુવકને કાર ચાલકે ટક્કર મારતા ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર મનીષભાઈ ભાવસિંગભાઈ મકવાણા રસ્તો ક્રોસ કરી રહ્યા હોય તે સમયે નાયકા તરફથી આવતી એક ઓલ્ટો કારના ચાલકે તેમને ટક્કર મારતા મનીષભાઈ રોડ પર પટકાયા હતા. આ સમગ્ર ઘટના માધુપુરામાં રહેતા શાંતિભાઈ બાવાભાઈ મકવાણા જેઓ પોતાના ગામની નજીક જ એક કંપનીમાં નોકરી કરતા હોય તેઓએ બપોરના સમયે પોતાને ઘેર જમવા જઈ રહ્યા હોય ત્યારે આ બનાવને નજર સમક્ષ જોતા તાત્કાલિક ધોરણે તેમના ભત્રીજા મનીષભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ મનીષ મકવાણાનું કરૂણ મોત નિપજયુ હોય આથી ખેડા ટાઉન પોલીસ મથકે કારના ચાલક સામે શાંતિભાઈ એ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

લીંબડી ભલગામડા રોડ પર આવેલ રજવાડુ ફાર્મ ખાતે પાણી સમીતી ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ હતી

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો ત્રાહિમામ.

ProudOfGujarat

વડોદરા : દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ફતેગંજ પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!