નડિયાદ પશ્ચિમમા નહેર પાસે આવેલ અનેરી હાઈટસમાં રહેતા 36 વર્ષિય નીગમભાઈ બિપીનભાઇ સિધ્ધપુરાનુ બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. જેમાં તેઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ તમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. આ બાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો તથા સામાજિક સંસ્થા દ્વારા નિગમભાઈના માતા પિતાને નિગમભાઈના ઓર્ગન ડોનેટ કરવા સમજાવતાં નિગમભાઈના માતા-પિતાએ અત્યંત મહત્વનો નિર્ણય લઈને તેમાં પોતાની સહમતી આપેલ હતી. જેમાં નિગમભાઈની બે કિડની, લીવર, હદય, યકૃત જેવા મહત્વના અંગોનું દાન કરવામાં આવેલ છે. તેમના આ નિર્ણયના લીધે પાંચ વ્યક્તિઓનું નવ જીવન મળ્યું છે. અંગદાન કરનારા લોકોના કારણે ઘણા લોકોને નવુ જીવન મળી રહે છે. અને પોતાના જીવનમાં ખુશાલી પુનઃ આવે છે. નિગમભાઈના માતા-પિતાના આ દૃષ્ટાંતરૂપ નિર્ણયના કારણે સાક્ષરનગરીમા અનેકોને પ્રેરણા પુરી પાડી છે. બિપીનભાઈને બે સંતાનો છે જે પૈકી નાના સંતાનનુ આકસ્મિક અકાળે અવસાન થતાં પરિવાર પર આભ તુટી પડ્યુ છે. અંગદાનના કારણે નિગમભાઈ 5 વ્યક્તિઓમા જીવંત રહેશે તેમ બિપિનભાઈએ જણાવ્યું છે.
નરેશ ગનવાણી : નડિયાદ