Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીઆદના શ્રી ગોકુલનાથજી મંદિરમાં શ્રી બાલકૃષ્ણ પ્રભુના ૧૫૧ મા પાટોત્સવ નિમિત્તે ૫૧ હજાર આમ્રકુંજ (કેરી) નો મનોરથ યોજાયો.

Share

નડીઆદના વલ્લભાચાર્ય ચરણ માર્ગ (સાંથ બજાર) ખાતે આવેલ (શ્રી શુધ્ધાદ્વૈત વચતસ્પિત પીઠ) શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે મહાપ્રભુજી અને ગુસાંઇજીના નિધી સ્વરૂપ તથા શ્રીનાથજીના ગોદ (ગવાખા)ના સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ પ્રભુ (શ્રી રૂપરાયજી)ના ૧૫૧ મા પાટોત્સવ નિમિત્તે શુધ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર પ.પૂ.ગો.૧૦૮ વ્રજરત્નલાલજી મહારાજના આશીર્વાદથી અને પૂ.પ. ગોકુલોત્સવજી મહોદયની નિશ્રામાં ૫૧ હજાર આમ્રકુંજ (કેરી)ના અલૌકિક મનોરથના દર્શનનો નગર નડીઆદની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિએ અલભ્ય લ્હાવો માણ્યો હતો. 

  શ્રી ગોકુલનાથજી મંદિરમાં યોજાયેલ ૫૧ હજાર આમ્રકુંજ (કેરી)ના મનોરથ બાદ આમ્રકુંજ (કેરી) મનોરથની પ્રસાદીનું વિતરણ શુધ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર પ.પૂ.ગો.૧૦૮ વ્રજરત્નલાલજી મહારાજના આશીર્વાદથી અને પૂ.પ. ગોકુલોત્સવજી મહોદયની આજ્ઞાથી ગોકુલનાથજી મંદિરના સમર્પિત કાર્યકરો સર્વ મુકેશભાઇ શાહ, ગોપાલભાઇ શાહ, જીજ્ઞેશભાઇ શાહ, દિપકભાઇ ઘડિયાળી અને પરેશભાઇ શાહે નગર નડીઆદના સંતરામ મંદિર, માનવ સેવા, નિરાંત સેવાશ્રમ, દલાબાપા આશ્રમ અને નડીઆદના સલુણ બજાર ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેના મજૂર વર્ગમાં પ્રસાદીનું વિતરણ કર્યું હતું. 

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડાપ્રધાન મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રુઝ બોટનું લોકાર્પણ કરાવવા તાડામાર તૈયારી, ક્રુઝ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનશે.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ સ્ટેશન વિસ્તાર મા પ્રજા ની સુખાકારી અને શાંતિ માટે નવી પોલીસ ચોકી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

લીંબડીનાં આર.આર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ કોરોના સાણંદ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ફરતા લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!