Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કનેરા હાઈવે પર રોંગ સાઇડે આવતા ટેન્કરે મોટરસાયકલને ટક્કર મારતા ત્રણના મોત.

Share

ખેડા તાલુકાના ભગુપુરા તાબે સારસા ગામે રહેતા અશોકના અમદાવાદના વટવા ખાતે લગ્ન થયા હતા. ગત 8 મી મે ના રોજ બપોરના અશોક પોતાના મિત્રની પલ્સર બાઈક લઇને સાસરી વટવા મુકામે પત્ની નીલમબેનને લેવા ગયા હતા અને પરત સારસા આવી રહ્યા હતા. ત્યારે સાંજના ટાઇમે કનેરા ગામ નજીક નેશનલ હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ સામે રોંગ સાઇડે પુરપાટે આવતા ટેન્કર મોટરસાયકલને ટક્કર મારી હતી. સાથે સાથે અન્ય એક મોટરસાયકલ ટક્કર મારી હતી. જેના કારણે ઉપરોક્ત પલ્સર મોટરસાયકલ પર સવાર દંપતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય મોટરસાયકલ પર સવાર સારસા ગામના ભાવનાબેન લાલજીભાઈ સોલંકીને ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે મોત નિપજ્યું
હતુ. ગંભીર રીતે ઘાયલ થયેલા અશોક કનૈયાલાલ સોલંકી અને તેમની પત્ની નીલમબેનને તુરંત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે આ બંનેને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ કનૈયાલાલ સોલંકીને થતા તેઓ તાબડતોડ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ સમયે તેમને સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત ટેન્કર ચાલકે રોંગ સાઇડે પૂરપાટે ચલાવી લાવી અહીંયા થોડે દૂર રીક્ષાને પણ ટક્કર મારી હતી અને તે ટેન્કર લઇ નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

આમ આ ગોઝારા અકસ્માતમાં એક જ ગામના ત્રણ લોકોના મોતથી હાઈવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો. આ બનાવ સંદર્ભે કનૈયાલાલ જેસીંગભાઇ સોલંકીએ ખેડા ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સુરત : ટ્રાફિક એસીપી એલ.બી પરમારે કોરોનાને માત આપી ફરજ પર આવતા સ્ટાફ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતમાં ખેડૂતોની આવક વધારતી નવી પહેલ માટે એસ્પિરેશનલ જિલ્લાની શ્રેણીમાં પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ મળ્યો.

ProudOfGujarat

વડોદરામાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે સાયકલ રેલી : પોલીસ સાથે કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!