નડિયાદના રેલવે સ્ટેશન પર અમરાપુર અરાવલી એક્સપ્રેસ ટ્રેન આવતી હોય તે સમયે એક દિવ્યાંગ વ્યક્તિ ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરતા લટકી ગયો હોય તેમને નડિયાદ રેલવે પોલીસે બચાવી પ્રાથમિક સારવાર આપી હતી.
નડિયાદમાં રેલવે સ્ટેશન પર અમરાપુર અરાવલી એક્સપ્રેસ ટ્રેન આવતી હોય તે સમયે ચાલુ ટ્રેનના એસી કોચમાં એક દિવ્યાંગ ચઢવાનો પ્રયત્ન કરતા તેનો પગ લપસી જતા દિવ્યાંગ આ ટ્રેનમાં લટકી ગયો હોય જે સમયે રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે સંદીપ અને કિરણ શર્મા ફરજ પર હોય તેઓએ પોતાની ફરજના ભાગરૂપે આ દિવ્યાંગને પકડી અને બહાર ખેંચી બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યો જેના કારણે દિવ્યાંગ બચી ગયેલ તેના હાથમાં અને પગમાં સામાન્ય ઈજાઓ થતા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તુરંત જ દિવ્યાંગને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ હોય, ટ્રેન નીચે આવી જતા દિવ્યાંગને બચાવતા નડિયાદ રેલવે પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી નિભાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ