Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંધવારીના મુદ્દે રેલી યોજી વિરોધ કરાયો.

Share

હાલની પરિસ્થિતિમાં આખા દેશમાં વધતી જતી મોંઘવારી જેમ કે પેટ્રોલ-ડીઝલ, ગેસના બોટલ, અનાજ, ખાતર, વીજળી બિયારણ તથા મોટા ભાગની ચીજવસ્તુઓના ભાવ વધારો મોંઘવારી નેવે મૂકી છે અને વધતી જાય છે જેને કારણે મધ્યમવર્ગને આર્થિક રીતે નબળા ગરીબ લોકોને ઘર કેમનું ચલાવવું, છોકરાઓને શિક્ષણ કેમનું આપવું આ તમામ પરિસ્થિતિઓમાંથી પ્રજા- જનતા પિસાઈ રહી છે. ત્રાહિમામ પોકારી ગયેલ છે, આ મોંઘવારીના વિરોધમાં આજે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે 10 વાગ્યે સંતરામ મંદિરેથી આ રેલી નીકળી હતી. જે સરદાર પટેલના પ્રતિમાએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યાં હતાં. આ વિરોધ રેલીમા કોંગ્રેસના કાર્યકરો સહીત અન્ય લોકો જોડાયા હતા. મોંઘવારીમા જરૂરી ચીજ વસ્તુઓના ભાવ તુરંત પાછા ખેંચવા માટે કોંગ્રેસે આ રેલી યોજી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અરવલ્લી જિલ્લાના 250 થી વધુ ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાને પહોંચ્યા, પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન

ProudOfGujarat

લીંબડી શહેરમાં ચાર વોટર એટીએમનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!